ભુજ:અખિલ ગુજરાત સજીવ ખેતી સમાજ અને દેશી બીજ બચાવો સમિતિ કચ્છ દ્વારા રવિવારે ભુજ ખાતે સલામત ખેતી અને જનીન રૂપાંતરિત (જી.એમ) રાઇ વિરોધી લોક જાગૃતિ અને હસ્તાક્ષર ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો કિશાનો અને લોકો જોડાયા હતા.દિલ્હી યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ જી.એમ. રાયડાના બીજની લાંબાગાળે ખેડૂતોને પણ નુકશાન થાય છે તો જી.એમ.રાઇ ખાદ્ય પદાર્થ હોવાથી લોકોના આરોગ્ય માટે પણ નુકશાનકારક છે.